યુવરાજ સિંહના કેન્સરની સારવાર બોસ્ટનમાં કરવામાં આવી હતી. માર્ચ 2012માં કીમોથેરાપી પછી તેમને રજા આપવામાં આવી હતી. કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડ્યા બાદ યુવીએ ક્રિકેટના મેદાનમાં વાપસી કરીને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું,
ભારતીય પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ ભારતના મહાન ક્રિકેટરમાંથી એક છે. તેના પ્રદર્શનને કારણે ભારતે 2011માં બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. યુવીના બાયોપિકની જાહેરાત થઈ ચૂકી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોસ્ટ શેર કરી આ વાતની જાહેરાત કરી છે. હવે મહત્વની વાત એ છે કે, હવે ક્યો અભિનેતા યુવરાજ સિંહની બાયોપિકમાં જોવા મળશે. યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, જો તેના પર બાયોપિક બને તો સિદ્ધાંત ચતુર્વેદીને તેનું પાત્ર નિભાવવું જોઈએ, હવે જોવાનું રહેશે કે યુવીના પાત્રને નિભાવવા માટે ક્યા સ્ટારને તક મળે છે. યુવરાજ સિંહની બાયોપિકમાં અભિનેતા રણબીર કપુર પણ એક વિકલ્પ હશે.