
કેબમાં મુસાફરી કરો છો અને એપ્સ દ્વારા કેબ બુક કરાવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે કામની સાબિત થશે. તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp દ્વારા માત્ર ચેટિંગ અને વીડિયો કોલિંગ જ નહીં કરી શકો. તમે કેબ પણ બુક કરી શકો છો. આ માટે તમારે તમારા ફોનમાં એપ ડાઉનલોડ કરવાની પણ જરૂર નહીં પડે.
તમારા WhatsApp દ્વારા જ કેબ બુક કરાવી શકશો. આ માટે તમારે તમારા ફોન પરથી માત્ર એક મેસેજ મોકલવાનો રહેશે.તમારે તમારા સ્માર્ટફોનમાં આ નંબર 7292000002 સેવ કરવાનો રહેશે.નંબર સેવ કર્યા પછી તમારા ફોનમાં WhatsApp ઓપન કરો. આ પછી ચેટ સેક્શનમાં જઈને હાઈ મેસેજ મોકલો. આ પછી તમારી ભાષા પસંદ કરો, ભાષા પસંદ કર્યા પછી તમારે તમારું સરનામું એન્ટર કરવું પડશે. પિકઅપ લોકેશન પસંદ કર્યા પછી તમારી કેબ બુક થઈ જશે. તમને ડ્રાઇવરની વિગતો મળશે અને શેરનો પિન પણ આવશે. તમે ડ્રાઇવરને આ કહીને તમારી રાઈડ લઈ શકો છો.