Satya Tv News

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. સુપ્રીમ કોર્ટમાં આ ઘટનાને લઇને સુનાવણી યોજાઇ રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે કોલકાતા રેપ-મર્ડર કેસની ઘટના ગંભીર છે કારણ કે આ સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા સાથે પણ જોડાયેલી છે. મહિલા ડૉક્ટર સાથે થયેલા ગુનાની ખબર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ ડૉ. સંદીપ ઘોષે આત્મહત્યા ગણાવી હતી. ફરિયાદ પણ મોડી કરવામાં આવી છે.જ્યારે 7 હજાર લોકો હોસ્પિટલમાં ઘુસ્યા ત્યારે પોલીસ ત્યાં શું કરતી હતી. ત્યાં ઘણી ગંભીર ઘટના બની છે. અમે CBI પાસે સ્ટેટસ રિપોર્ટ માંગીએ છીએ. અમે એક નેશનલ ટાસ્ક ફોર્સ બનાવવા જઇ રહ્યાં છીએ. કોર્ટની નજરમાં ટાસ્ક ફોર્સ બનશે.

કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે સોશિયલ મીડિયા પર પીડિતાની ઓળખ ઉજાગર કરવામાં આવી છે, તેના શબને બતાવવામાં આવ્યું છે. CJIએ કહ્યું, દરેક જગ્યાએ અમે જોયું કે પીડિતાની ઓળખ બતાવવામાં આવી છે જ્યારે આવું ના થવું જોઇએ. કોર્ટે પૂછ્યુ કે પ્રિન્સિપલે હત્યાને શરૂઆતમાં આત્મહત્યા કેમ ગણાવી? તપાસ એજન્સીએ ગુરુવાર સુધી આ જાણકારી આપવી પડશે. એમ પૂછવા પર કે અત્યાર સુધી શું પગલા ભરવામાં આવ્યા અને તપાસ ક્યા સુધી પહોંચી. કોર્ટે ડૉક્ટરોને હડતાળ પરત ખેચવાનું પણ આહવાન કર્યું છે.

error: