નાણાકીય વર્ષ 2022-23 માટે ટોચની કરદાતા કંપનીઓની યાદીમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. ટાટા ગ્રૂપની બે કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને ટાટા સ્ટીલનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ, દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીની કોઈ પણ કંપની ટોપ 10ની યાદીમાં સામેલ નથી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવતી કંપની છે, જે સતત 21 વર્ષથી ફોર્ચ્યુન ગ્લોબલ 500ની યાદીમાં સ્થાન બનાવી રહી છે. કંપની રૂ. 20,376 કરોડનો ટેક્સ ભરીને યાદીમાં ટોચ પર છે. તેલથી લઈને ટેલિકોમ સુધીના ઘણા ક્ષેત્રોમાં કામ કરતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આવક રૂ. 9,74,864 કરોડ હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) બીજા સ્થાને છે. આ બેંકે સરકારને ટેક્સ તરીકે 16,973 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. દેશની સૌથી મોટી બેંકની આવક 3,50,845 કરોડ રૂપિયા રહી છે. એચડીએફસી બેંક આ યાદીમાં ત્રીજા સ્થાને છે, જેણે ટેક્સ તરીકે રૂ. 15,350 કરોડ ચૂકવ્યા છે. આ પછી ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) આવે છે. આ IT કંપનીએ 14,604 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યા છે. ICICI બેન્ક રૂ. 11,793 કરોડ ચૂકવીને પાંચમા સ્થાને છે.
ONGC આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. આ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીએ ટેક્સ તરીકે રૂ. 10,273 કરોડ ચૂકવ્યા છે. ટાટા સ્ટીલે રૂ. 10,160 કરોડ ચૂકવીને 7મું સ્થાન મેળવ્યું છે. આ પછી કોલ ઈન્ડિયા આવે છે. આ સરકારી કંપનીએ ટેક્સ તરીકે રૂ. 9,876 કરોડ ચૂકવ્યા છે. આ યાદીમાં ઈન્ફોસિસ 9મા નંબરે છે. આઇટી કંપનીએ ટેક્સ તરીકે રૂ. 9,214 કરોડ ચૂકવ્યા છે. ટોપ 10ની યાદીમાં એક્સિસ બેંક છેલ્લા સ્થાને છે. ખાનગી ક્ષેત્રની આ બેંકે 7,326 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યા છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ કર ચૂકવતું રાજ્ય છે અને આ સ્થિતિ ઘણા વર્ષોથી યથાવત છે.