Skip to main content

Satya Tv News

સોમવારે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ હતી કે અભિનેતાનું નિધન થઈ ગયું છે. આ અફવાઓએ બધાને ચોંકાવી દીધા. અભિનેતાના કેટલાક ચાહકોએ આ અફવાઓને સાચી માની અને એકદમ ભાવુક થઈ ગયા. આ અફવાઓ જોઈને શ્રેયસ પોતે પણ ચોંકી ગયો અને પરેશાન થઈ ગયો. ગત સોમવારે બપોરે એવી અફવા ફેલાઈ હતી કે શ્રેયસ તલપડે હવે આ દુનિયામાં નથી જેના પર અભિનેતાએ પોતે પ્રતિક્રિયા આપી છે અને લોકોને આવી દુઃખદાયક અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે.

તેણે પોસ્ટમાં લખ્યું કે, હું તમને બધાને કહેવા માંગુ છું કે હું જીવિત, ખુશ અને સ્વસ્થ છું. મારા નિધનનો દાવો કરતી એક વાયરલ પોસ્ટ મને મળી છે. જ્યારે મને લાગે છે કે મજાકનું એક અલગ સ્થાન હોય છે. જ્યારે તેનો દુરુપયોગ થાય છે ત્યારે તે વાસ્તવિક નુકસાન પહોંચાડી શકે છે. તેની શરૂઆત મજાક તરીકે થઈ હતી જે હવે બિનજરૂરી ચિંતા પેદા કરી રહી છે. તેમજ જે લોકો મારી ચિંતા કરે છે તેમની ભાવના સાથે પણ યોગ્ય નથી. “

આ પછી શ્રેયસ તલપડેએ પણ પોતાની પુત્રી પર આ અફવાઓની અસર વિશે જણાવ્યું. પોતાની પોસ્ટમાં તેમણે આગળ લખ્યું- ‘મારી નાની દીકરી, જે દરરોજ સ્કૂલે જાય છે, તે પહેલાથી જ મારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે અને સતત પ્રશ્નો પૂછે છે અને હું સારો છું તેવું આશ્વાસન ઈચ્છે છે. આ અફવા તેના ડરને વધારે છે. અને આવી અફવાના કારણે મારી દીકરીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે તમે આવા ખોટા સમાચાર ફેલાવો છો, ત્યારે તમે જે વ્યક્તિને ટાર્ગેટ કરવા માંગો છો તેના પર તેની અસર થતી નથી, પરંતુ તેના પરિવારના સભ્યો અને ખાસ કરીને નાના બાળકોને અસર થાય છે. અજ્ઞાન બાળકો આ પરિસ્થિતિને સમજી શકતા નથી, તેઓ ખૂબ જ લાગણીશીલ બની જાય છે.

error: