Satya Tv News

મહારાષ્ટ્રના બદલાપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બદલાપુર પૂર્વમાં એક પ્રતિષ્ઠિત શાળામાં સફાઈ કામદાર દ્વારા ચાર વર્ષની બે બાળકીઓનું યૌન શોષણ થયા બાદ સ્થાનિકો ગુસ્સે ભરાયા છે. લોકો મધ્ય રેલવેના પાટા ઉપર બેસીને ટ્રેન રોકી છે.

ટ્રેનના પાટા પરથી લોકોને દૂર કરવા પોલીસ આવતા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો છે. રેલવે ટ્રેક પર એકઠા થયેલા લોકોને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. રોષે ભરાયેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાની માહિતી મળી છે. લોકોએ પોલીસ દળ પર પથ્થરમારો કર્યો. જેથી પોલીસ સ્વબચાવમાં ભાગી ગઈ હતી. મુંબઈથી ઉપડતી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને અન્ય રૂટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવી રહી છે. કારણ કે બદલાપુરમાં હજારો લોકો રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા છે અને રેલ રોકો કરીને ઘટનાનો વિરોધ કરી રહ્યા છે.

https://www.instagram.com/reel/C-4s72HAJKT/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

error: