Satya Tv News

છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક 27 વર્ષીય આદિવાસી મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આદિવાસી મહિલા પર આઠ પુરુષો દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. પુસૌર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં સોમવારે પીડિતા રક્ષાબંધનનો તહેવાર મનાવીને સ્થાનિક મેળામાં જઈ રહી હતી તે સમયે બની. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાએ મંગળવારે આ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરી. ફરિયાદ મુજબ, કેટલાક લોકોએ કથિત રીતે તેને રોકીને બળજબરીપૂર્વક તળાવના કિનારે લઈ ગયા હતા. અહીં બધાએ વારાફરતી આ યુવતી પર બળાત્કાર કર્યો હતો. અધિકારીના જણાવ્યા પ્રમાણે પીડિતાની ફરિયાદના આધારે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

બિલાસપુર રેન્જ આઈજી સંજીવ શુક્લાએ જણાવ્યું કે, આદિવાસી મહિલા સોમવારે સ્થાનિક મેળામાં ગઈ હતી. જ્યાં તે એક આરોપીન ઓળખતી હતી. બંને જણાએ મેળામાં જવા સ્થાનિક બજારમાં મળવાનું નક્કી કર્યું. તે મુખ્ય આરોપીને મળી તો તેની સાથે બીજા લોકો પણ હતા. મહિલાના કહેવા પ્રમાણે, મુખ્ય આરોપી સાથે રહેલા આઠ શખ્સોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. ઘટના બાદ આરોપીએ મહિલાને ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા હતા. 

બિલાસપુર રેન્જ આઈજીએ જણાવ્યું કે, મંગળવાર રાત સુધી છ લોકોની ધરપકડ કરી હતી. બે આરોપીઓ હજુ ફરાર છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકો વિશે જાણવા માટે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છે અને તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

પુસૌર પોલીસે આ મામલે સામૂહિક બળાત્કારનો કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. મામલો ગંભીર હોય આરોપીની ઓળખ જાહેર કરી રહ્યા નથી કારણ કે તેનાથી તપાસમાં અવરોધ આવી શકે છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ 

error: