ગીર સોમનાથ ખાતે આવેલી હિરણ નદીના પ્રવાહમાં કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. તાલાલા સાસણ રોડ નજીક પસાર થતી નદી પર બાંધવામાં આવેલા ચેક ડેમ પર આ ઘટના બની હતી. અચાનક પાણીનો પ્રવાહ વધતા વ્યક્તિને કાર છોડીને ભાગવાની ફરજ પડી હતી. ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્તા નદીમાં પાણીનો ધસમસતો પ્રાવહ જોવા મળ્યો હતો.