Satya Tv News

આરોપી 31 વર્ષના આ સંજયને કોઈ પસ્તાવો નહતો. તેણે કોઈ પણ ભાવ દર્શાવ્યા વગર જ ક્રાઈમ સીન પર શું થયું હતું તે અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો. હોસ્પિટલમાં સિવિલ વોલિએન્ટર તરીકે કામ કરતો સંજય રોય 8 ઓગસ્ટની રાતે રેડ લાઈટ એરિયા સોનાગાછી ગયો હતો. ત્યાં તેણે દારૂ પીધો અને એક પછી એક બે રેડલાઈટ વિસ્તારમાં ગયો. ત્યારબાદ તે અડધી રાત પછી હોસ્પિટલ ગયો.

સંજય રોય 8 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ ચેસ્ટ ડિપાર્ટમેન્ટ વોર્ડ પાસે જોવા મળ્યો હતો. 31 વર્ષની પીડિતા તે સમયે ઓછામાં ઓછા ચાર અન્ય જૂનિયર ડોક્ટરો સાથે વોર્ડમાં હતી. જતા પહેલા રોય થોડા સમય સુધી તેને ઘૂરતો જોવા મળ્યો હતો. પૂછપરછ દરમિયાન રોયે દાવો કર્યો છે કે તે સાંજ પહેલા જ વોર્ડમાં દાખલ થઈ ગયો હતો. સીબીઆઈ મુજબ પીડિતા અન્ય જૂનિયર ડોક્ટરો સાથે ડિનર માટે વોર્ડથી બહાર નીકળી અને 9 ઓગસ્ટની રાતે 1 વાગ્યા બાદ સેમિનાર હોલમાં પાછી ફરી. એક જૂનિયર ડોક્ટર લગભગ 2.30 વાગે હોલમાં દાખલ થયો અને પીડિતાએ સૂતા પહેલા તેની સાથે થોડી વાત કરી હતી. સીસીટીવી ફૂટેજમાં રોય સવારે 4 વાગે હોસ્પિટલ પરિસરમાં ફરીથી દાખલ થતો જોવા મળ્યો હતો. તપાસકર્તાઓનું માનવું છે કે ત્યારબાદ તે ત્રીજા માળે આવેલા સેમિનાર હોલમાં ગયો જ્યાં પીડિતા સૂતી હતી.

રોયને શુક્રવારે ફરીથી કોર્ટમાં હાજર કરવાનો છે. જ્યાં રાજ્ય દ્વારા નિયુક્ત બચાવ પક્ષના વકીલ તેને પહેલીવાર મળશે. કોર્ટમાં તેની ગત પેશી દરમિયાન કોઈ પણ વકીલ તેનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર નહતા. સીબીઆઈ સુરક્ષા કારણોસર વર્ચ્યુઅલ સુનાવણી પર વિચાર કરી રહી છે.

error: