પંજાબ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, ડાકુઓએ પોલીસના વાહનો પર રોકેટ વડે હુમલો કર્યો. હુમલામાં ઓછામાં ઓછા 11 પોલીસકર્મીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા, જ્યારે તેમાંથી કેટલાકને બંધક બનાવવામાં આવ્યા હતા અને બાકીના ઘાયલ થયા હતા. મૃત્યુઆંક વધી શકે છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરુવારે પોલીસકર્મીઓ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 સૈનિકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.બીજી તરફ લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર રહીમ યાર ખાન જિલ્લામાં કેટલાક પોલીસકર્મીઓને પણ બંધક બનાવવામાં આવ્યા હતા, જ્યારે માચા પોઈન્ટ પર બે પોલીસ વાન કાદવમાં ફસાઈ ગઈ હતી.
પંજાબ પોલીસના પ્રવક્તાએ આ મામલે નિવેદન આપ્યુ છે તેમણે જણાવ્યું કે ડાકુઓ ત્યાં પહોંચી ગયા અને તેમના પર રોકેટથી હુમલો કર્યો હતો. હુમલામાં ઓછામાં ઓછા 11 પોલીસકર્મીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા, જ્યારે તેમાંથી કેટલાકને બંધક બનાવવામાં આવ્યા હતા અને બાકીના ઇજાગ્રસ્ત થયા હતા. પંજાબ પોલીસના પ્રવક્તાએ કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે.