ભરૂચમાં બે દિવસથી વરસી રહેલાં વરસાદમાં જૂના શહેરમાં આવેલાં ચંદનચોક વિસ્તારમાં બંધ મકાન ધરાશાયી થઇ ગયું હતું. મકાનનો કાટમાળ પડવાથી નજીકમાં પાર્ક કરવામાં આવેલાં બે વાહનો દબાઇ ગયાં હતાં. બનાવની જાણ થતાં પાલિકાના ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ હટાવ્યો હતો. બે દિવસ પહેલાં આચારજીની ખડકીમાં પણ બંધ મકાન તૂટવાની ઘટના બની હતી.