Satya Tv News

રાજકોટમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને એ સાથે જ શહેરના અનેક રસ્તાઓ દરિયો બની ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં તો જળબંબાકારની સ્થિતિ થઇ ગઇ છે. જેના કારણે સતત બીજા દિવસે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને આજે પણ બંધ રાખવાની ફરજ પડી છે.મૂશળધાર વરસાદે રોજનું જનજીવન તો પ્રભાવિત કર્યું જ છે પણ મેળાના ચાહકોને ખાસ નિરાશ કર્યા છે. આઠમના દિવસે લાખો લોકો મેળામાં આવતા હોય છે, પણ છેલ્લે છેલ્લે મેઘરાજાએ લોકોની મેળાની મોજ પર પાણી ફેરવી દીધું છે. રાજકોટમાં લોકમેળામાં વરસાદનું વિઘ્ન નડ્યુ છે. સતત બીજા દિવસે વરસાદે મેળાની મોજ બગાડી છે. વરસાદના કારણે આજે પણ મેળો બંધ છે. રેસકોર્સ ગ્રાઉન્ડ સહિત સમગ્ર શહેરમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

error: