Satya Tv News

ગદર 2’ પછી સની દેઓલ ‘બોર્ડર 2’ લઈને આવી રહ્યા છે, અને હવે આ ફિલ્મની ઓફિશિયલ જાહેરાત પણ કરવામાં આવી છે. વરુણ ધવને પણ આ ફિલ્મમાં શાનદાર એન્ટ્રી કરી છે અને ટીઝરમાં તેનો અવાજ પણ સાંભળી શકીએ છીએ. વરુણ ધવને પોતે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેર કર્યું છે.ટીઝરની શરૂઆત સોનુ નિગમના અવાજથી થાય છે જેમાં તે બોર્ડરનું પ્રખ્યાત ગીત ‘સંદેશ આતે હૈં’ ગાય છે, આગળ વરુણ ધવનનો અવાજ આવે છે અને તે કહે છે, ‘દુશ્મનની દરેક ગોળી મને જય હિંદ કહીને વાગે છે, જ્યારે ધરતી માતા બોલાવે છે, હું બધું છોડી દઉં છું.’ પોસ્ટમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તમે આ ફિલ્મ 23 જાન્યુઆરી 2026 ના ગણતંત્ર દિવસના અવસર પર જોઈ શકશો.

error: