Satya Tv News

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે. વડોદરાના અનેક માર્ગોમાં પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. શહેરની સોસાયટીઓ પુરનાં પાણીમાં ગરકાવ થઈ છે. નિચાણવાળા વિસ્તારો સંપુર્ણ પાણીમાં ગરકાવ થયા છે. આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે..વિશ્વામિત્રીની જળસપાટી 34 ફૂટે પહોંચી છે.નદી પર આવેલા તમામ પુલને સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે.આ સ્થિતિના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘુસી ગયા છે. શહેરના માર્ગોએ નદીઓનું સ્વરૂપ ધારણ કર્યું છે

પાદરામાં 12ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ઓસર્યા નથી. કૃષ્ણ કોમ્પલેક્ષ, વુડા, ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે. પાતાળિયા હનુમાન અને પાદરા જંબુસર હાઇવે વિસ્તાર જળમગ્ન છે. અનેક ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાતા લાખોનું નુકસાન થયુ છે.

error: