Satya Tv News

આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપનું આયોજન આ વર્ષ સંયુક્ત અરબ અમીરાતમાં થશે. આ પહેલા ટૂર્નામેન્ટ બાંગ્લાદેશમાં થવાની હતી પરંતુ હવે આ ટૂર્નામેન્ટને સ્થાનાંતરિત કરવામાં આવી છે.હવે દુબઈ અને શારશાહના સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપ રમાશે. ટૂર્નામેન્ટની આ9મી સીઝનમાં દુનિયાની શાનદાર ટીમો ભાગ લેશે.સૌની નજર આ રોમાંચક ટૂર્નામેન્ટની ટ્રોફી પર છે.

ટૂર્નામેન્ટના એ ગ્રુપમાં 6 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ભારત,ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ સામેલ છે. જેમાં તમામ ટીમ એકબીજા સામે ટકરાશે. આમાંથી 2 બેસ્ટ ટીમ સેમિફાઈનલમાં સ્થાન બનાવશે. ગ્રુપ બીમાં સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ , બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડની ટીમ છે.આ ગ્રુપમાંથી પણ 2 ટીમ સેમિફાઈનલમાં પહોંચશે.ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી મેચ ન્યુઝીલેન્ડ સામે છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરના રોજ ભારતીય સમય અનુસાર 3.30 કલાકે મેચ રમાશે.

error: