ભારે વરસાદને પગલે 3 દિવસમાં ગુજરાતને સાંકળતી 33 ટ્રેન કેન્સલ કરાઇ જ્યારે ટ્રેકમાં પાણી ભરાતાં ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમજ ભારે વરસાદને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ એપ્રન, ટર્મિનલ-2માં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત બે દિવસમાં અમદાવાદને સાંકળતી 50 થી વધુ ફ્લાઈટ મોડી પડી હતી જયારે 3 કેન્સલ કરાઇ હતી.દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ટ્રેકમાં પાણી ભરાતાં રેલવે વ્યવહાર મહદ્અંશે ખોરવાયો છે. ખાસ કરીને મુંબઇને સાંકળતી અનેક ટ્રેનને અસર પડી હતી. હવે આવતીકાલે ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસને રદ કરવામાં આવેલી છે. તેમજ રૂટ ટૂંકાવાતા પણ મુસાફરોને ભારે પરેશાની પડી હતી.