Satya Tv News

ભારતીય ક્રિકેટ કંટ્રોલના સચિવ જય શાહ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટના બોસ બન્યા છે. 35 વર્ષના જય શાહ 1 ડિસેમ્બરથી પોતાનું પદ સંભાળશે, આ સાથે તે આઈસીસીના સૌથી યુવા ચેરમેન પણ છે.હવે સૌ કોઈ જાણવા માંગે છે, કે, જય શાહને આઈસીસી ચેરમેન તરીકે કેટલી સેલેરી મળશે.પહેલા બીસીસીઆઈની વાત કરીએ. ભારતીય ક્રિકેટ બોર્ડમાં પ્રમુખ, સચિવ, ઉપપ્રમુખ અને ખજાનચી ‘માનદ’ પદો છે. આ પદો ધરાવતા અધિકારીઓને કોઈ માસિક કે વાર્ષિક પગાર મળતો નથી.આ અધિકારીઓને વિવિધ પ્રકારના ભથ્થાં અને ખર્ચ આપવામાં આવે છે, જેમાં ગયા વર્ષે બોર્ડ દ્વારા વધારો કરવામાં આવ્યો હતો.અલગ અલગ મીટિંગમાં તેમને 40 હજાર રુપિયાના પ્રતિદિવસ તરીકે ભથ્થું મળે છે. જો બોર્ડની મીટિંગના કારણે અન્ય શહેરમાં જવાનું થાય તો તેમને 30 હજાર રુપિયાનું ભથ્થું દિવસના હિસાબે મળે છે. તેમજ વિદેશમાં જવાનું થયું તો ખર્ચ બોર્ડ ઉપાડે છે.

error: