Satya Tv News

.

ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં ત્રણ વર્ષીય માસૂમ બાળકી સાથે વિધર્મી યુવાને દુષ્કર્મ કરાયાની ગંભીર ઘટનાને પગલે બુધવારે ઉમરગામ સ્વયંભૂ બંધ રહી ભારે વિરોધ સાથે આક્રોશ વ્યકત કર્યો હતો. ઉમરગામ ટાઉનથી મહિલા સહિત હજારો લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જો કે પોલીસ દ્વારા રેલીને અટકાવવા પ્રયાસ કરાતા લોકોએ ભારે હંગામો મચાવી દેતા મહિલા સહીત લોકો પર પોલીસે દંડાવાળી કરી હતી. બીજી તરફ સમગ્ર ઉમરગામમાં વેપાર-ધંધો બંધ રહ્યો હતો. પોલીસે આ ગંભીર ગુનામાં પોલીસે આરોપીને પકડી પાડયો હતો. 

માસૂમ બાળકી પર થયેલા અત્યાચારના વિરોધમાં આજે બુધવારે ઉમરગામ સ્વયંભૂ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તમામ દુકાનો, હોટલો, લારીગલ્લા બંધ રહ્યા હતા. એટલું જ નહીં પણ ઓટો રીક્ષા, સ્કૂલ વાહનો, કર્મચારી વાહનો  પણ બંધ રહ્યા હતા. તો કેટલીક કંપનીઓમાં કર્મચારી નહીં પહોંચતા કંપનીઓ પણ બંધ રહી હતી. ઉમરગામના ખતલવાડા ગામે વેપારી એસોસિયશન દ્વારા ઉમરગામની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાનો ભારે વિરોધ કર્યો હતો. 

વેપારીઓ દ્વારા આ ઘટનાના વિરોધમાં બુધવારે દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બીજી તરફ ઉમરગામ ટાઉનથી મહિલા સહિતના હજારો લોકોની રેલી નીકળી હતી. રેલીમાં જોડાયેલા લોકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ દ્વારા આ રેલી રોકવા પ્રયાસ કરાતા લોકોએ ભારે હંગામો મચાવી દીધો હતો. પરિસ્થિતિ વઘુ વણસે નહીં તે માટે પોલીસે મહિલા સહિતના લોકો પર દંડાવાળી કરી હતી. પોલીસે આરોપી સામે જુદી જુદીં કલમ હેઠળ ગુનો નોંઘ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ઠેરઠેર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો. 

error: