
દેવભૂમિ દ્વારકાની તો વરસાદે હાલત બગાડી નાખી છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ધુમથર ગામ બેટમાં ફેરવાયું હતું, આ ગામમાં 4 લોકો ફસાયા હતા. આ તમામનું કોસ્ટગાર્ડ દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા લોકોને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા એર લીફ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવામાન વિભાગે જાહેર કરેલા તાજેતરના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 11થી 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.