
શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ સ્ટાર્ટર ફિલ્મ સ્ત્રી 2 સાબિત થઈ છે. આ ફિલ્મને જોવા માટે ચાહકોમાં ઉત્સાહ હજી પણ યથાવત છે. જેનો ફાયદો બોક્સ ઓફિસ કલેક્શન પર જોવા મળી રહ્યો છે. જોકે અનેક લોકો એવા હશે કે જેમણે આ ફિલ્મ સિનેમા ઘરોમાં હજુ સુધી જોઈ નહીં હોય. આ લોકો ઓટીટી પર ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની રાહ જોઈ રહ્યા હશે. આવા લોકો માટે ખુશ ખબર છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
સ્ત્રી 2 ફિલ્મના ઓટીટી પ્લેટફોર્મના રાઇટ્સ Amazon Prime Video દ્વારા ખરીદવામાં આવ્યા છે. Amazon prime તરફથી તો આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની ઘોષણા કરવામાં નથી આવી પરંતુ અનુમાન છે કે સ્ત્રી 2 ફિલ્મ સપ્ટેમ્બર મહિનાના અંતે અથવા તો ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં એમેઝોન પ્રાઇમર સ્ટ્રીમ કરી દેવામાં આવશે. જોકે સ્ત્રી 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી રહી તો આ ફિલ્મની ott રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી શકે છે.
