Satya Tv News

અંકલેશ્વરના કાપોદ્રા ગામની અંબે વેલી સોસાયટીમાં ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલ 3 લાખની કારની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

અંકલેશ્વરના કાપોદ્રા ગામની સનાતન સ્કૂલની બાજુમાં આવેલ અંબે વેલી સોસાયટીમાં રહેતા જીરેન્દ્રસિંહ છત્રસિંહ જાદવએ ગત તારીખ-27મી ઓગસ્ટના રોજ પોતાના સસરાના નામે રજીસ્ટ્રેશન કાર નંબર-જી.જે.19.એ.એફ.1008 ઘરના પાર્કિંગમાં પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 3 લાખની કિમતની કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.કાર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

error: