Satya Tv News

શંભુ બોર્ડર પર લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને શનિવારે 200 દિવસ પૂર્ણ થયા છે. શંભુ બોર્ડર પર આંદોલનના 200 દિવસ પૂરા થવાના અવસરે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈને મોટા પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે. ખેડૂતોના આ પ્રદર્શનમાં ઓલિમ્પિયન વિનેશ ફોગાટ પણ ભાગ લેવા પહોંચી ગઈ છે. ખેડૂતોના આ મોટા પ્રદર્શનમાં ખેડૂત આંદોલનની સમર્થક અને મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટનું ખેડૂતો દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે પોલીસ-પ્રશાસન દ્વારા ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા અટકાવ્યા બાદ ખેડૂતો 13 ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર બેઠા છે. ખેડૂતો સરકાર દ્વારા અન્ય મુખ્ય મુદ્દાઓની સાથે તમામ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાયદેસર ગેરંટી માંગી રહ્યા છે.

error: