વાલિયા ગામના ચાર રસ્તા ખાતે આગામી તહેવારોને ધ્યાનમાં રાખી નાઈટમાં વાહન ચેકીંગ હાથ ધરાયુ હતું
વાલિયા પોલીસ મથકના પી.એસ.આઈ. ડી.વી.ગામીત સહિત સ્ટાફ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખી વાલિયા ગામના ચાર રસ્તા પાસે નાઈટ વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.પોલીસે ચારેય તરફથી આવતા વાહનોને અટકાવી તપાસ હાથ ધરી હતી.જો કે પોલીસના વાહન ચેકીંગ દરમિયાન કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવી નહતી.