ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક થોડા સમય પહેલા જ અલગ થવાનો નિર્ણય લીધો છે. નતાશા દિકરાને લઈ પોતાના દેશમાં પરત ફરી હતી.નતાશાએ સાર્બિયાથી મુંબઈ પરત ફરવાની જાણકારી ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી આપી છે, તેમણે લખ્યું હેલ્લો મુંબઈ, હવે નતાશા કોઈ ઈવેન્ટ માટે આવી છે કે, કોઈ અન્ય કારણોસર તે હાલમાં સામે આવ્યું નથી.ઓલરાઉન્ડર હાલમાં પોતાના કામમાં વ્યસ્ત છે. નતાશા-દિકરા સાથે સાર્બિયામાં હતી. તે દરમિયાન ચાહકોને લાગતું હતુ કે, નતાશા હવે ભારત ફરશે નહિ પરંતુ આ વચ્ચે નતાશાએ તેના ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા છે કે, તે મુંબઈ આવી છે.નતાશા મુંબઈ પરત ફરતા તેના ચાહકો કહી રહ્યા છે કે, બંન્ને વચ્ચે બધું જ યોગ્ય થઈ જાય. નતાશાની લેટેસ્ટ પોસ્ટમાં તેનો દિકરો અગસ્તય જોવા મળ્યો નથી. હવે જોવાનું રહેશે નતાશા અગસ્ત્યને ભારત લાવી છે કે નહિ.