
ઈશા અંબાણી રિલાયન્સ રિટેલને નવી ઊંચાઈએ લઈ જઈ રહી છે. રિલાયન્સ રિટેલને વિશ્વમાં નંબર વન બનાવવા માટે ઈશા દિવસ-રાત મહેનત કરી રહી છે.મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ રિલાયન્સ રિટેલને લઈને મોટી જાહેરાત કરી છે. રિલાયન્સ રિટેલના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ રિટેલ બિઝનેસ માટેની તેમની યોજનાઓ વિશે વિગતવાર જણાવ્યું. ઈશાએ કહ્યું કે રિલાયન્સ રિટેલ ટૂંક સમયમાં ક્યુરેટેડ ડિઝાઇન આધારિત ફોર્મેટ સાથે લક્ઝરી જ્વેલરી સેગમેન્ટમાં પ્રવેશવા જઈ રહી છે. તેમણે કહ્યું કે કંપની ટૂંક સમયમાં લક્ઝરી જ્વેલરી સેગમેન્ટની સાથે જ્વેલરીમાં ક્યુરેટેડ ડિઝાઈનના શ્રેષ્ઠ ફોર્મેટને પણ લોન્ચ કરવા જઈ રહી છે
ઈશા અંબાણીએ આ પગલાથી ટાટાની કેરેટલેન અને અન્ય જ્વેલરી બ્રાન્ડ્સને પડકાર ફેંક્યો છે. રિલાયન્સનું આ પગલું ટાટા અને અન્ય કંપનીઓનું ટેન્શન વધારશે. તમને જણાવી દઈએ કે ટાટાની કેરેટલેન બ્રાન્ડ આ સેગમેન્ટમાં પહેલાથી જ છે. વર્ષ 2008માં સ્થપાયેલી, કેરેટલેનની મૂળ કંપની ટાઇટન છે. આ કંપની 100 થી વધુ શહેરોમાં મજબૂત હાજરી ધરાવે છે અને 270 થી વધુ રિટેલ સ્ટોર્સ ધરાવે છે. હવે આ સેગમેન્ટમાં રિલાયન્સની એન્ટ્રી સાથે તેને મોટી સ્પર્ધા મળશે.