Satya Tv News

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ મામલે ગૃહમંત્રી પર કટાક્ષ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ, “આઠ પાસ હર્ષ સંઘવીનો કાલાજાદુ. વર્ષ 2015માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ 2024માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-726 પર મારૂં નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.”

ગુજરાતમાં પોલીસ ભરતી સહિત પ્રમોશન આપવામાં પણ પોલંપોલ ચાલતું હોય તેમ લાગી રહ્યું છે. ગોપાલ ઇટાલિયાને કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. જોકે, તેમને ફરજનું સ્થળ દર્શાવવામાં આવ્યું નહતું. 

સોશિયલ મીડિયા પર લોકોએ પણ મજા લીધી હતી. એક યૂઝર્સે લખ્યુ કે, વાહ શું વિકાસ છે. Congratulations. અન્ય એક યૂઝર્સે લખ્યુ, જ્યાદા બોલ દેગે તો વિવાદ હો જાયેગા, ખૈર ગુજરાત મોડેલ યહીં હે દેખ લો.

error: