ખનિજોના ભંડાર માટે પ્રખ્યાત આફ્રિકન દેશ કોંગોમાં વધુ એક ભયાનક ઘટના બની છે. વિશ્વના સૌથી ગરીબ દેશોમાંના એક આ આફ્રિકન દેશ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની કિંશાસાની જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે સંખ્યાબંધ કેદીઓ મૃત્યુ પામ્યા છે.
આ ઘટના અંગે માહિતી આપતાં સરકારે કહ્યું કે, સોમવારે કિંશાસાની સેન્ટ્રલ મકાલા જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે ઓછામાં ઓછા 129 લોકો માર્યા ગયા છે. મોતના આંકડા અંગે અનેક માનવાધિકાર સંસ્થાઓ સરકાર સામે સવાલ કરી રહી છે કે, તંત્ર ઓછો આંકડો બહાર પાડી રહી છે, આ ભયવાહ ઘટનામાં મૃત્યુઆંક મોટો હોઈ શકે છે.