
અમેરિકાના ટેક્સાસ શહેરમાં થયેલાં ભીષણ અગ્નિકાંડમાં 4 ભારતીય જીવતા ભડથું થયા. આ દુર્ઘટના 5 ગાડીઓ એકબીજા સાથે અથડાવાથી થઈ છે. આ ભયાનક એક્સીડન્ટમાં એક કારમાં ભીષણ આગ લાગી ગઈ, પરંતુ તેમાં સવાર ચાર લોકોને બહાર કાઢી શકાયા નહીં. આ દુર્ઘટના 31 ઓગસ્ટના રોજ બની હતી, જેની જાણકારી હવે ભારત સુધી પહોંચી અને આ મામલાનો ખુલાસો થયો.
કોલિન કાઉન્ટી શેરિફ કાર્યાલય પ્રમાણે, દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં લોકો કાર પૂલિંગ એપ દ્વારા સફર કરવાથી એકબીજાના સંપર્કમા આવ્યા હતા અને ચારેય SUV કારમાં સવાર થઈને અર્કાસસ સ્ટેટના બેન્ટનવિલે શહેરમાં જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં ભારતીય સમય પ્રમાણે બપોરે લગભગ 3.30 વાગ્યે વ્હાઈટ સ્ટ્રીટ પાસે દુર્ઘટનાનો શિકાર થઈ ગયા. પોલીસે મૃતદેહોને કબજામાં લઈને તપાસ શરૂ કરી દીધી છે.