Satya Tv News

નેત્રંગ વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે પ્રિન્સિપાલ દ્વારા સાઇબર ક્રાઇમ અવેરનેસ નો કાર્યકમ યોજાયો હતો,આજ બુધવારના રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે કોલેજનાં પ્રિન્સિપાલ ડો.ગણપતભાઈ પરમાર તથા કોલેજનાં પ્રાધ્યપકો દ્વારા સાઇબર ક્રાઇમ અવેરનેસ તથા રૂસા ૧.૦ કમ્પોનન્ટ નં. ૦૯ (ઈક્વિટી ઈનીશીએટીવ) અંતર્ગત ૧૦૮ અભયમની જાગૃતિનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય અતિથિ તરીકે સર્કલ ઇન્સ્પેક્ટર આર.એમ.વસાવા, નેત્રંગ પોલિશ સબ ઇન્સ્પેક્ટર આર.કે.દેસાઈ અને હેડ કોન્સ્ટેબલ મુળજી વસવા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોલેજનાં કુલ ૧૭૦ વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યપકો હાજર રહ્યા હતાં જે કાર્યક્રમમાં સર્કલ ઇન્સ્પેક્ટર આર.એમ.વસાવાનાઓએ સાઇબર ક્રાઇમથી થતાં અલગ-અલગ ટાઇપનાં ફ્રોડ અને તેનાથી કેવી રીતે સાવધાન રેહવું, અને સાઇબર ક્રાઇમનો ભોગ બનો તો ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી તે વિગેરે બાબતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. અને નેત્રંગ પોલિશ સબ ઇન્સ્પેક્ટર આર.કે.દેસાઈનાઓએ આ કાર્યક્રમ દરમ્યાન રૂસા ૧.૦ કમ્પોનન્ટ નં. ૦૯ (ઈક્વિટી ઈનીશીએટીવ) અંતર્ગત ૧૦૮ અભયમની જાગૃતિ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

error: