
હિના ખાનની કિમોથેરાપી ચાલી રહી છે. જેમાં તે તેની સાઈડ ઈફેક્ટ વિશે જાણકારી આપી રહી છે. હિના ખાન હાલમાં જ ખુલાસો કર્યો કે, તેને મ્યૂકોસાઈટિસ નામની બિમારી છે. આ બિમારી કીમોથેરેપીની સાઈડ ઈફેક્ટના કારણે થઈ છે. હિના ખાન ચાહકો પાસે પોતાની પરેશાની ઓછી કરવા વિશે સલાહ માંગી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું મને મ્યૂકોસાઈટિક્સ નામની બિમારી થઈ છે. જેમાં ડોક્ટરોની સલાહ વગર કાંઈ કરી રહી નથી, તમામ વાત ડોક્ટરો જણાવી રહ્યા છે. જો તમે પણ આ સમસ્યાની સારવાર વિશે જાણી રહ્યા છો તો મને સલાહ આપી શકો છો. આગળ લખ્યું ખુબ મુશ્કિલ થઈ રહ્યું છે. કારણ કે, હું કાંઈ ખાય પી શકતી નથી. તમારા લોકોના આશીર્વાદ મને કામ આવશે. પ્લીઝ મને જણાવો.
મ્યુકોસાઈટિસ રોગ મોંઢા અને આંતરડામાં સોજા અને દુખાવો થાય છે. આ બિમારી સામાન્ય રીતે કીમોના અંદાજે 7 થી 10 દિવસ બાદ શરુ થાય છે. જેમાં મોંઢાની અંદર સોજો આવી જાય છે. આ બિમારીમાં વ્યક્તિના મ્યુકસ મેમ્બ્રેનને નુકસાન થાય છે. જો યોગ્ય સારવાર આપવામાં આવે તો આ રોગ 10 થી 15 દિવસમાં ઠીક થઈ જાય છે. અભિનેત્રી આવા મુશ્કેલ સમયમાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. હિનાએ પાંચ કીમોથેરાપી કરાવી છે. હજુ ત્રણ બાકી છે
