Satya Tv News

સાગબારાના ખોચરપાડા ગામની અંદર પ્રાથમિક શાળામાં વર્ષોથી ફરજ બજાવતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદા જિલ્લા મહામંત્રી શ્રી મહેન્દ્ર ભાઈ અને એમના ધર્મપત્ની એવા પ્રેમિલાબહેને તાલુકા આંતરિક બદલી કેમ્પ માં ફોર્મ ભરેલું. ગામ લોકો અને શાળાની સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ના સભ્યોને જાણ થતાં સમગ્ર ગામવાસીઓ શાળામાં એકઠા થયા હતા અને બન્ને શિક્ષકોની બદલી રોકવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં અને બી. આર. સી. ની કચેરીમાં ભારપૂર્વક રજુઆત કરી કરી છે. આ સમયે લગભગ પાંચસો થી વધુ ગ્રામજનો હાજર રહેલા એવું સાગબારાના શૈક્ષિક મહાસંઘના પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામીની ની યાદીમાં જણાવાયું છે. વધુમાં તમામ ગ્રમનજનોએ તાલુકા અને જિલ્લા કક્ષા સુધી બદલી રોકવા માટે લડી લેવાનું જણાવ્યું છે જો જરૂર પડશે તો તમામ ગ્રામજનો ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગ ની કચેરી ખાતે એકઠા થઈને પણ વિરોધ પ્રદર્શન કરશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

error: