ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણ આવતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેમાં સવારના સમયે યાર્ડમાં 600થી 700 લસણના કટ્ટાની આવક થવા પામી હતી. જેમાં 600માંથી ચાઈનીઝ લસણના 30 કટ્ટા આવ્યા હતા.વેપારીઓને ચાઇનીઝ લસણની જાણ થતા તેઓએ ચેરમેનને જાણ કરી હતી. જે બાદ વેપારીઓ ચેરમેન સમક્ષ તપાસ માગ કરી છે. ઉલ્લેખનિય છે કે 2006થી ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. ત્યારે સત્તાધીશોએ ચાઈનીઝ લસણ ક્યાંથી આવ્યું એ દિશામાં તપાસ હાથ ધરી હતી.