Satya Tv News

BSNL ગ્રાહકોમાં તેના સસ્તા પ્લાન માટે જાણીતું છે. ગ્રાહકોની જરૂરિયાતોને સમજીને, સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પાસે 107 રૂપિયાનો પ્લાન ઓફર કર્યો છે જે 20, 28, 30 દિવસ માટે નહીં પણ 35 દિવસની વેલિડિટી આપે છે. અહીં અમે તમને BSNL અને Airtelના પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જે 35 દિવસની વેલિડિટી સાથે આવે છે.

BSNL રૂ 107 રિચાર્જ પ્લાન : BSNLના 107 રૂપિયાના પ્લાનની વેલિડિટી 35 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને 3GB ડેટા મળે છે. આ પ્લાનની ખાસિયત એ છે કે આ પ્લાન BSNLના સૌથી સસ્તા પ્લાનમાંથી એક છે. ડેટા લિમિટ ખતમ થયા બાદ તેની સ્પીડ લિમિટ ઘટીને 40kbps થઈ જાય છે. આ પ્લાન એક મહિનાથી વધુની વેલિડિટી આપે છે. આ પ્લાનમાં યુઝર્સને 200 મિનિટની ફ્રી વોઈસ કોલ સર્વિસ મળશે. આ ઉપરાંત આ પ્લાનમાં BSNL ટ્યુન્સ સર્વિસ પણ 35 દિવસ માટે ઉપલબ્ધ રહેશે. આ પ્લાન એવા ગ્રાહકો માટે ઉપયોગી થશે જેઓ સિમ એક્ટિવ રાખવા માટે સસ્તા સિમની શોધમાં છે.

આ પ્લાન એવા લોકો માટે ઉપયોગી થશે જેઓ ઓછા પૈસામાં સિમ એક્ટિવ રાખવાનો પ્લાન શોધી રહ્યા છે. આ પ્લાનમાં 200 મિનિટની કોલિંગ ફ્રીમાં ઉપલબ્ધ છે. આ પ્લાન તમારા સિમને 35 દિવસ સુધી એક્ટિવ રાખશે. આ યોજનાની ખાસિયત છે. જો તમે ઓછા ડેટા સાથે સસ્તો પ્લાન શોધી રહ્યા છો, તો આ પ્લાન તમને મદદ કરી શકે છે.

error: