Satya Tv News

એક સપ્તાહમાં રાજકોટમાં તેલના ભાવમાં 60થી 75 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલ, પામોલીન તેલ, રાયડાના તેલ અને કોપરેલમાં જેવા તેલના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગને મોંઘવારીનો માર પડી રહ્યો છે. એક અઠવાડિયામાં કપાસિયા તેલમાં ડબ્બાના ભાવ 75 રૂપિયાનો વધારો થઈને હવે ડબ્બાના ભાવ 1885 રૂપિયા થઈ ગયા છે. તો પામોલીન તેલમાં 60 રૂપિયાના ભાવવધારા સાથે ડબ્બાનો ભાવ 1685 રૂપિયા થઈ ગયો. જયારે રાયડાના તેલમાં 50 રુપિયાનો વધારો થયો છે તો કોપરેલ તેલમાં 120 રૂપિયાનો વધારો થયો છે.

આ વર્ષે ચોમાસામાં ગુજરાતમાં ભારે વરસાદ થયો છે, જેને કારણે ખેડૂતોના ઉભા પાકને પણ ઘણું નુકસાન થયું છે. ત્યારે રાજ્યમાં પડેલા ભારે વરસાદથી તેલીબિયા પાકને વ્યાપક નુક્સાન થયું છે. જેને લીધે વરસાદથી તેલીબીયા પાકોને થયેલી નુકસાનીના અંદાજને લઈને તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ ભાવવધારાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાયું છે તો અન્ય ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પણ છાશવારે વધતા હોવાને કારણે મધ્યમવર્ગને મોંઘવારીનો માર પડી રહ્યો છે.

error: