Satya Tv News

સુનિતા વિલિયમ્સની પ્રેસ કોન્ફરન્સ ભારતીય સમય મુજબ શુક્રવારે મોડી રાતે 12.15 વાગે શરૂ થઈ હતી. જેમાં સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે મીડિયા સાથે વાતચીત દરમિયાન અનેક સવાલોના જવાબ આપ્યા અને પોતાના મનની વાત પણ કરી. સુનિતાએ વાતચીત દરમિયાન કહ્યું કે હું અહીં ફસાઈ અને ઓર્બિટમાં અનેક મહિના વિતાવવા મુશ્કેલ તો છે પરંતુ મને સ્પેસમાં રહેવું ખુબ ગમે છે. અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી છે જેને લઈને સુનિતા અને બુચ વિલ્મોરે કહ્યું કે અમે પ્લાન કરીએ છીએ કે અમે સ્પેસથી જ મત આપીએ.

હું મારી માતા સાથે કિંમતી સમય વીતાવવા માંગતી હતી પરંતુ એક જ મિશનમાં બે અલગ અલગ યાનમાં રહેવું સારું લાગે છે. તેમણે કહ્યું કે અમે ટેસ્ટર છીએ અને આ જ અમારું કામ છે. આ દરમિયાન બંને અંતરિક્ષયાત્રીઓએ કહ્યું કે અમારા વગર બોઈંગના સ્ટારલાઈનરને પાછું ધરતી પર જતા જોવું, એ અમારા માટે ખુબ દુખદ હતું.

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બોઈંગના સ્ટારલાઈનરથી અંતરિક્ષ યાત્રા પર ગયા હતા. જો કે સ્ટારલાઈનરમાં ટેક્નિકલ ખરાબી આવતા બંને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જ ફસાઈ ગયા. હાલમાં બોઈંગના સ્ટારલાઈનરને ક્રુ વગર જ ધરતી પર લેન્ડ કરાવવામાં આવ્યું. હવે નાસાએ સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરની વાપસીની યોજના ઘડી છે. બંને ક્રુ 9 મિશનનો ભાગ રહેશે અને 2025માં ફેબ્રુઆરી મહિનામાં ધરતી પર પાછા ફરશે.

error: