
માઈકલ જેક્સનનો ભાઈ ટીટો જેક્સન હવે આ દુનિયામાં નથી રહ્યા. ટીટો જેક્સનનું અવસાન થયું છે. 70 વર્ષની ઉંમરે માઈકલના ભાઈ ટીનો જેક્સને આ દુનિયાને અલવિદા કહી દીધું છે.ટીટો જેક્સનનું મૃત્યુ તેના ચાહકો અને પરિવાર માટે એક મોટો આઘાત સમાન છે. કહેવામાં આવી રહ્યું છે કે ટીટોનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું. ડ્રાઇવિંગ કરતી વખતે ટીટોને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને બચાવી શકાયો નહોતો.
ટીટો જેક્સનના મૃત્યુની માહિતી તેમના પુત્રોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ઘણી તસવીરો શેર કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે, ‘ભારે હૃદય સાથે અમે જાહેરાત કરીએ છીએ કે અમારા પ્રિય પિતા, રોક એન્ડ રોલ હોલ ઓફ ફેમર ટીટો જેક્સન હવે અમારી સાથે નથી રહ્યા. અમને આઘાત લાગ્યો છે. અમારા પિતા એક અદ્ભુત વ્યક્તિ હતા જેઓ દરેકની ભલાઇની પરવાહ કરતા હતા.