Skip to main content

Satya Tv News

આજે વાયદા બજારમાં સોનું ચડ્યું તો શરાફા બજારમાં સોનું ગગડ્યું છે. જો તમે પણ સોનાના દાગીના કે લગડી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરી લો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 222 રૂપિયા તૂટીને 73054 રૂપિયા પર પહોંચ્યો છે. જે કાલે કડાકા સાથે 73276 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 203 રૂપિયા ગગડીને 66918 પર ખુલ્યું જે કાલે 67121 પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો આજે ચાંદી 369 રૂપિયા તૂટીને 87168 રૂપિયા પર જોવા મળી જે કાલે 87537 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

વાયદા બજારમાં ઉલ્ટુ જોવા મળ્યું, જ્યાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો. આજે 18 સપ્ટેમ્બરે વાયદા બજાર (MCX) પર સોનું 131 રૂપિયા ચડીને 73,225 રૂપિયાની આસપાસ જોવા મળ્યું. જે કાલે 73,094 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 363 રૂપિયાની તેજી સાથે 88,777 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 89,140 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

error: