સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકી મળી છે. જાણકારી મુજબ બુરખામાં આવેલી મહિલાએ સલીમ ખાનને ધમકી આપી છે. લોરેન્સ બિશ્નોઈના નામ પર તેને ધમકી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મહિલા સ્કુટી પર આવી હતી. તેમણે બોલિવુડ અભિનેતાના પિતાને ધમકી આપી છે.હાલમાં મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.આ સમગ્ર ઘટના 18 સપ્ટેમબરની છે. જ્યારે સલમાન ખાનના પિતા સલીમ ખાન મોર્નિંગ વોક કરવા ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર નીકળ્યા હતા. આ દરમિયાન એક મહિલા સલીમ ખાન પાસે જાય છે અને તેને ધમકી આપી ફરાર થઈ જાય છે. મહિલાએ બુરખો પહેર્યો હતો. હાલમાં આ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ મહિલા વિરુદ્ધ કેસ નોંધવામાં આવી છે.