Satya Tv News

વક્ફ બોર્ડને લઈને બનેલી જેપીસીએ વકફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલ, 2024 પર ઈમેલ અને લેખિત પત્રો દ્વારા સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા. સમિતિના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 18 સપ્ટેમ્બર, 2024 સુધી, સમિતિને વક્ફ બોર્ડ સંશોધન બિલ, 2024 પર 91,78,419 ઈ-મેલ મળ્યા હતા. તેમાંથી ઈનબોક્સની મહત્તમ ક્ષમતા 33,43,404 ઈ-મેઈલ છે. 12,801 ઈ-મેઈલ એટેચમેન્ટ સાથે પ્રાપ્ત થયા છે અને 75,650 ઈ-મેઈલ સ્પામ ફોલ્ડરમાં છે. અત્યાર સુધીમાં સમિતિને લેખિત પત્રો દ્વારા લગભગ 30 લાખ સૂચન પત્રો મળ્યા છે.

15 અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈ-મેઈલ અને લેખિત પત્રો દ્વારા સમિતિ પાસે 1 કરોડ 20 લાખથી વધુ સૂચનો આવ્યા છે. સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ લોકસભા અધ્યક્ષને મળ્યા છે અને ઈ-મેઈલ અને લેખિત પત્રોનો અભ્યાસ કરવા અને રિપોર્ટ તૈયાર કરવા માટે વધુ અધિકારીઓ નિમવા વિનંતી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિના અધ્યક્ષ દ્વારા હાલ જેપીસી રિપોર્ટમાં મદદ માટે 15 અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત છે.

વક્ફ સંશોધન બિલ પર ગુરુવારે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠક પણ યોજાઈ હતી. આ દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જેપીસીની બેઠકમાં ભાજપના રાજ્યસભા સાંસદ મેધા કુલકર્ણી અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ વચ્ચે રકજક થઈ હતી. ભાજપના સાંસદ મેધા કુલકર્ણીએ સંજય સિંહ પર તેમની સાથે અપમાનજનક રીતે વાત કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ કમિટીના ચેરમેન જગદંબિકા પાલની દરમિયાનગીરી બાદ સંજય સિંહે મેધા કુલકર્ણીની માફી પણ માંગી હતી.

error: