ભારતમાં આજે 20 સપ્ટેમ્બરથી iPhone 16 સિરીઝના સ્માર્ટફોનનું વેચાણ શરૂ કર્યું છે. આ ફોન ખરીદવા માટે લોકોમાં હરીફાઈ ચાલી રહી છે. મુંબઈના BKCમાં એપલ સ્ટોરની બહાર સવારથી જ ભારે ભીડ જામી છે. આ ભારતનો પહેલો એપલ સ્ટોર છે જ્યાં iPhone 16 ખરીદવા માટે લોકો મોડી રાતથી જ લાઈનોમાં ઉભા રહ્યા છે. આવા જ દ્રશ્યો દિલ્હીમાં પણ જોવા મળી રહ્યા છે. iPhone 16 સેલ સાથે લોકો તેને લેવા માટે મોડી રાતથી જ લાઈનમાં ઉભા રહ્યા હતા., Apple કંપનીએ iPhone 16 સીરીઝમાં ચાર નવા ફોન લોન્ચ કર્યા છે. આમાં કંપનીએ ડિઝાઈનથી લઈને ફીચર્સ સુધી બધું જ બદલ્યું છે. આ પહેલીવાર છે જ્યારે કંપનીએ ઓછી કિંમતમાં iPhone 16 સિરીઝ લોન્ચ કર્યો છે.
કંપની ભારતમાં પહેલીવાર iPhone Pro સિરીઝને એસેમ્બલ કરવાનું શરૂ કરવાની યોજના ધરાવે છે. જો કે, તે મોડલ્સનું વેચાણ પછીથી શરૂ થશે. Apple Indiaના પ્રવક્તાએ કહ્યું, ‘iPhone 16ની આખી સિરીઝ શુક્રવારથી દેશભરમાં ઉપલબ્ધ થશે.’ જોકે, કંપનીએ ભારતમાં ઉત્પાદિત iPhone Pro સિરીઝની ઉપલબ્ધતા અંગે કોઈ ટિપ્પણી કરી નથી.