Satya Tv News

https://www.instagram.com/reel/DAIL9eygMGL/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ માટે આધાર કાર્ડ કેન્દ્રોના ખસ્તા હાલ જોવા મળ્યા છે.આ કેન્દ્રો પર વાલીઓની લાંબી કતારો જોઈ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેકટરને લેખિત રજુઆત કરી વધુ નવા કેન્દ્રો ઉભા કરવાની ધારાસભ્યએ માંગ કરી છે

ધારાસભ્ય ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર હાલમાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળકોના શિષ્યવૃત્તિ માટે દરેક બાળકોના આધારકાર્ડનંબર,આધાર કાર્ડ માં લખેલ નામ મુજબ, મોબાઈલ નંબર, રેશનકાર્ડમાં નામ સાથે અઢાર અંકનો નંબર, બેંક ખાતા નંબર બાળકના પોતાનો હોય તો તે અપડેટ કરાવી શાળાના બાળકના વર્ગ શિક્ષકોને એક નકલ જમા કરાવવાનું જણાવેલ છે, જેથી શિષ્યવૃત્તિની ઓનલાઈન કામગીરી થઇ શકે એવી સૂચનાઓ શિક્ષણવિભાગ દ્વારા આપવામાં આવેલ છે. આ બાબતે મને મારા કાર્યાલય પર વાલીઓ દ્વારા રૂબરૂ રજુઆત કરતા અમે મામલતદાર ખાતે આધારકાર્ડ કેન્દ્રની તપાસ કરી તો, તે છેલ્લા એક વર્ષ થી બંધ હાલતમાં છે. હાલ એક માત્ર કેન્દ્ર આઈ.સી.ડી.એસ. ઓફિસમાં કાર્યરત છે. અમે રૂબરૂ મુલાકાત કરતા ત્યાં સવાર થી લઇ સાંજ સુધી માત્ર ૫૦ થી ૬૦ લોકોના આધારકાર્ડ અપડેટ થાય છે. તેની સામે સવારથી જ ૨૦૦ થી પણ વધારે વાલીઓ પોતાના બાળકો સાથે લાઈન પર ઉભા હતા, કેટલાક વાલીઓ રાત્રે થી જ બાળકો સાથે અહીં સૂઈ રહીને લાઈન પર ઉભા હતા. જે ખુબ જ ગંભીર બાબત છે. જે પ્રશાસનના નિષ્કાળજીના કારણે આમ પ્રજાને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તાત્કાલિક ધોરણે મામલતદાર કચેરી સહીતની કચેરીઓમાં બીજા ચાર જેટલા કેન્દ્રો ઉભા કરવા આપ ને ઘટતી કાર્યવાહી કરવા વિદિવત થાય છે.

error: