Satya Tv News

રોબર્ટ ધ ડોલ’ તરીકે ઓળખાતી 119 વર્ષ જુની ઢીંગલીને એકિસડેન્ટથી માંડીને દંપતિઓના તલાક માટે જવાબદાર ગણવામાં આવે છે. આ ઢીંગલી જર્મનીની સ્ટીફ કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવી હતી, જે ફલોરિડાના આર્ટિસ્ટ ઓટ્ટોનાએ 1904માં જર્મનીની યાત્રા દરમિયાન ખરીદી હતી. રોબર્ટ જીની તરીકે પણ ઓળખાતો શખ્સ આ ઢીંગલીને ખૂબ પ્રેમ કરતો હતો.  ઢીંગલી જાણે કે જીવંત હોય ખૂબ કાળજી લેતા હતા. બાળકની જેમ જ તેને ફર્નિચર,કપડા  અને રમકડા લાવી આપતો. પોતાને બહારની દુનિયામાં નહી પરંતુ માત્ર ઢીંગલીમાં જ રસ હતો. ઢીંગલીને જ પોતાની દુનિયાની શ્રેષ્ઠ મિત્ર ગણતો હતો. 

જો કે જીનીના પરિવારજનો અને પાડોશીઓને ઢીંગલી ખૂબજ રહસ્યમય લાગતી હતી. કેટલાક પાડોશીએ તો બારીમાંથી ગુડિયાને ફરતી જોઇ હોવાનો પણ દાવો કર્યો હતો. કેટલાક તો ગુડિયા હાવ ભાવ અને મૂડ બદલતી હોવાનો પણ દાવો કરવા લાગ્યા. જીનીના લગ્ન થયા પછી પણ પોતાની ઢીંગલીને ભૂલી શકયો નહી. તેની પત્નીને પતિ જીનીના અનહદ ગુડિયા પ્રેમની ખૂબ ચીડ હતી. એક વાર ઘરવાળાઓને વહેમ પડયો કે ઢીંગલી જીનીનો લિવિંગ રુમ અસ્ત વ્યસ્ત કરી નાખે છે. ઘરની કેટલીયે વસ્તુઓ અચાનક ગાયબ થઇ જતી અને પછીથી મળતી હતી. રાતે જાણે કે કોઇની પેશકદમી થતી હોય તેવો અનુભવ થતો હતો.

વિશ્વની ખતરનાક ઢીંગલી, મ્યુઝિયમમાં કબાટમાં કેદ, અકસ્માતથી લઈને તલાક માટે પણ જવાબદાર 2 - image

એક રાત્રીએ તો ખૂબ જીનીએ જોયું કે પોતાના ઓરડાની કેટલીક વસ્તુઓ હવામાં તરતી હતી એટલું જ નહી ગુડિયા ખૂદ ચાલતી હતી. આ જોયા પછી તો ડરવાના સ્થાને જીનીનો ગુડિયા માટેનો પ્રેમ ખૂબ વધી ગયો હતો. જીનીનું અચાનક જ મોત થતા પત્નીએ ઢીંગલી એક શખ્સને વેચી દીધી. જેને ખરીદી તેના જીવનમાં ભૂકંપ આવ્યો. ખરીદનારની પુત્રીએ ઢીંગલી મારવા આવતી હોવાનો દાવો કર્યો હતો. છેવટે વહેમી અને રહસ્ય ઢીંગલી કાઢી નાખવી પડી. આ ઢીંગલી વિશે કહેવાય છે કે જેના પણ ઘરમાં આવી તેનું ધનોત પનોત નિકળી ગયું હતું.

છેવટે 1994માં એક મ્યૂઝિયમમાં કોઇએ દાનમાં આપી દીધી હતી.  મ્યૂઝિયમમાં પણ ગુડિયાની ફરિયાદો આવવા લાગી. કર્મચારીઓ ધોળા દહાડે ડર અનુભવતા હતા. છેવટે કાંચના શો કેસમાં પુરીને પેક કરી દેવામાં આવી ત્યારથી શાંત છે. આ ગુડિયાને દુનિયાની સૌથી શાપિત ગણવામાં આવે છે. મ્યુઝિયમ જોવા આવનારા તેનો ફોટો પાડતા પણ ડરે છે. તેની મંજૂરી લઇને આદરથી ફોટો પાડવામાં લોકો માને છે.  છેવટે મજબૂત કાચના શો કેસમાં પુરી દેવામાં આવી છે. આ ગુડિયાને દુનિયાની સૌથી શાપિત ગણવામાં આવે છે. ફોટો પાડનારા પણ મનોમન તેની મંજુરી લઇને પછી જ ફોટો પાડે છે. 

error: