Satya Tv News

છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા થઈ હોવાની ઘટના બની છે. ક્વાંટના પીપલદી ગામે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.ગામના જ 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આરોપી શંકર રાઠવા અને અમલા રાઠવાએ મૃતક કુલદીપ પર ફાયરિંગ કર્યું હતુ. જો કે થોડા સમય પહેલા ગ્રામપંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલના પગલે હત્યા થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. મૃતક કુલદીપ રાઠવા ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાનો ભત્રીજો છે. મળતી માહિતી અનુસાર આરોપી શંકર રાઠવા નિવૃત આર્મી જવાન છે.બંન્ને આરોપીઓ હત્યા કર્યાં બાદ ફરાર થયા હોવાનું સામે આવ્યુ છે.

error: