Satya Tv News

હાલ લોકો રીલ બનાવવા માટે કોઈપણ હદ પાર કરી દે છે. જો તમે પણ આવું કંઈ હોય તો ચેતી જજો. ઝાંસીની એક ઘટના સામે આવી છે. એક વાયરલ વીડિયોમાં ઝાંસીમાં બાઇક સવાર બે યુવકોએ સાઇકલ ચલાવી રહેલા એક વૃદ્ધ વ્યક્તિના ચહેરા પર સ્પ્રે કરીને ભાગી ગયા હતા અને આ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો ગુસ્સે થઈ ગયા હતા અને આ હરકતો કરનારાઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.

https://www.instagram.com/reel/DAP4po4AU91/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

રીલ બનાવવા માટે વૃદ્ધ વ્યક્તિને હેરાન કરવાનો વીડિયો વાયરલ થતાં જ ઝાંસી પોલીસ એક્શનમાં આવી અને આરોપીની ધરપકડ કરી હતી. આરોપી જેલમાં હોય તેવો એક ફોટો પોલીસે શેર કર્યો છે અને એક વીડિયોમાં આરોપી લંગડાતો ચાલતો પણ જોવા મળ્યો હતો. આથી એવું કહી શકાય કે પોલીસે વ્યક્તિને પાઠ ભણાવ્યો છે અને કાયદાકીય કાર્યવાહી પણ કરી રહી છે.

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે ખૂબ જ પ્રશંસનીય કામ, ખૂબ ખૂબ આભાર. આવા અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે.’ એકે લખ્યું હતું કે ‘પોલીસ આ મામલાની તપાસ કરીને તાત્કાલિક પગલાં લેવા બદલ પ્રશંસાને પાત્ર છે.’ 

error: