Satya Tv News

રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી એટલે વિવાદોનું ઘર. હાલ મારવાડી યુનિવર્સિટીમાં યુવતીના આપત્તિજનક વીડિયોનો મામલો સામો આવ્યો છે. હોસ્ટેલમાં એક જ રૂમમાં રહેતી બે યુવતીઓ વચ્ચે ઝઘડાનો વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં એક યુવતી બીજી યુવતીને ઉપરાઉપરી લાફા ઝીંકી રહી છે. એક યુવતીનો સ્નાન કરતો વીડિયો ઉતારી બીજી યુવતીએ તેને ફોરવર્ડ કર્યાનો આરોપ મૂકાયો છે.આંધ્ર પ્રદેશની યુવતીઓ મારવાડી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના વિભાગમાં અભ્યાસ કરે છે. જેમાં વીડિયો ઉતારનાર યુવતીની સાથે અન્ય યુવતીઓએ મારામારી કરી હતી. આ મામલે વિવાદ થયા ટોળું એકત્ર થયું હતુ, અને સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. સંબંધિત યુવતીના વાલીઓને જાણ કરવામાં આવી હતી.વાલીઓના આવ્યા બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેવાશે હાલ તો નિવેદન લઇ યુવતીઓને જવા દેવામાં આવી.

Created with Snap
error: