Satya Tv News

નેત્રંગના ગાંધી બજાર વિસ્તારના ડબ્બા ફળિયામાં અમરાવતી નદીના કિનારે આવેલ કુવામાં ગટર અને નદીનું પાણી ભળી જતાં રોગચાળો ફેલાયો છે.

કુવાનું પાણી દૂષિત થઈ જતાં જેને લીધે 3 દિવસમાં 10 થી 15 જેટલા લોકોને આ દૂષિત પાણી પીવાથી ઝાડા અને ઉલ્ટીનો શિકાર થયાં છે. દર્દીઓ હાલ નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે પરંતુ દર્દીઓની સંખ્યા વધી જતા તેમને સારવાર કરવા માટે જરૂરી બોટલ પૂરી થઈ જતા મોટી મુશ્કેલી ઊભી થઈ હતી. એક જ દિવસમાં 8 દર્દીઓ નોંધાતાં તંત્રમાં દોડધામ મચી છે. બીજી તરફ બોટલો નહિ હોવાથી દર્દીઓના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામ પંચાયતની ગંભીર બેદકારી સામે આવી છે. નેત્રંગના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નેત્રંગ ઉપરાંત આજુબાજુના ગામોમાંથી દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે ત્યારે દવાઓની અછત ચિંતાજનક છે. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. સિંઘે જણાવ્યું હતું કે, કુવાનું પાણીમાં કલોરીનેશન કરી દેવામાં આવ્યું છે. ગંદુ પાણી રોકવા માટે સરપંચને સૂચના આપી છે વારીગ્રહનો કુવો અમરાવતી નદીના કિનારે છે તેની બાજુમાંથી ગટર પણ નદીમાં ભળે છે .જે ગંદુ પાણી કુવામાં જતું હોવાથી તાત્કાલિક સરપંચ નેત્રંગને બોલાવી કુવામાં ગંદુ ગટરનું પાણી જતું બંધ કરાવવા આદેશ આપ્યા છે.

error: