મહારાષ્ટ્રના અમરાવતી નજીક મેલઘાટ વિસ્તારમાં એક પેસેન્જર બસને અકસ્માત નડ્યો છે. 50 મુસાફરોને લઈને જઈ રહેલી બસ 30 ફૂટ ઊંડી ખીણમાં પડી. જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે અન્ય મુસાફરોને ઈજા થઈ છે. માહિતી મળતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલ મુસાફરોને બસમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને બસમાંથી બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે. આ અકસ્માતમાં 25 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. જેમાં એક સગીર અને બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મહિલાઓની ઓળખ 65 વર્ષીય ઈન્દુ સમાધાન ગંત્રે અને 30 વર્ષીય લલિતા ચિમોટે તરીકે થઈ છે.