Satya Tv News

બિહારમાં ભારે વરસાદ ચાલુ છે. ચોમાસાની એન્ટ્રી બાદથી બિહારમાં એક બાદ એક પુલ ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યા હતા. થોડા દિવસ પહેલા આ મુદ્દો બિહારના રાજકારણમાં ખૂબ ચર્ચામાં હતો. પુલ ધરાશાયી થવાનો મામલો હજુ ઠંડો પણ પડ્યો નથી કે સમસ્તીપુરમાં ફરી એક પુલ પડી ગયો છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો. ત્યાં હાજર લોકોમાં ભાગદોડ શરુ થઈ ગઈ. આ ઘટના નંદની લગુનિયા રેલવે સ્ટેશન પાસે થઈ છે.

https://x.com/PTI_News/status/1838039513861439760?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1838039513861439760%7Ctwgr%5E2aa5ac934d9ed53ac2698d014e1ff1271859f16d%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2Fadd

સમસ્તીપુરના નંદની રેલવે સ્ટેશન નજીક બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કામ ચાલી રહ્યુ હતું. રવિવારે મોડી સાંજે 2 પિલરની વચ્ચે સ્પેન રાખવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનકથી સ્પેન નીચે પડી ગયો. આ દુર્ઘટના બાદ ત્યાં હાજર લોકોમાં અફરા-તફરી મચી ગઈ. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી.

error: