આંધ્ર પ્રદેશના જગવિખ્યાત તિરૂપતિ મંદિરના લાડુના પ્રસાદમાં ભેળસેળના ખુલાસા બાદ હવે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં લાડુની શુદ્ધતાને લઈને સવાલ ઉઠી રહ્યાં છે, ત્યારે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુને વહેંચવામાં આવતા ‘મહાપ્રસાદ લાડુ’ના પેકેટમાં ઉંદરના બચ્ચા જોવા મળ્યા હોવાનો વીડિયો પ્રકાશમાં આવ્યા બાદ સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે કે, પ્રસાદ તૈયાર કરીને સ્વચ્છ જગ્યાએ રાખવામાં આવતો નથી અને અશુદ્ધ છે. મીડિયા અહેવાલ પ્રમાણે, સીસીટીવી ફૂટેજમાં પ્રસાદના પેકેટમાં ઉંદરો જોવા મળી રહ્યો છે. જેને લઈને સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના સચિવ વીણા પાટીલે ફૂટેજ મંગદીર ટ્રસ્ટ અંદરના ન હોવાનો દાવો કર્યો છે. જો કે, તેમણે કહ્યું કે, ‘તેઓ આ ફોટોગ્રાફ્સ અને વીડિયો ફૂટેજની તપાસ કરશે
આ મંદિરમાં રોજના 50 હજારની આસપાસ લાડુ બને છે. જેમાં 50-50 ગ્રામના બે લાડુ એક પેકેટમાં હોય છે. જ્યારે તહેવારના સમયે પ્રસાદની માંગ વધી જાય છે. મળતી માહિતી પ્રમાણે, શ્રદ્ધાળુઓમાં પ્રસાદ વહેંચતા પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ નિયમિતપણે આ લાડુમાં વપરાતા વસ્તુઓની તપાસ કરે છે અને તેને સર્ટિફાયડ કરે છે.