પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ડિવિઝનમાં ન્યૂ મયનાગુડી સ્ટેશ પર એક માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. માલગાડી ખાલી હતી અને કોઇ નુકસાનના સમાચાર નથી. દૂર્ઘટના બાદ ટ્રેનોને વેકલ્પિક માર્ગથી મોકલવામાં આવી હતી. આ દૂર્ઘટનાને કારણે જોકે, રેલ વ્યવહાર પ્રભાવિત થયો નહતો.બનાવની જાણ થતા જ રેલ્વેના સીનિયર અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમારકામનું કામ હાથ ધર્યું હતું. જલપાઇગુડી સ્ટેશનના સુપ્રીટેડન્ટ મુકેશ કુમારે કહ્યું કે માલગાડી સવારે 6.24 મિનિટ પર પાટા પરથી ઉતરી ગઇ હતી. કોઇના નુકસાનના સમાચાર નથી. બે લાઇન બંધ રાખવામાં આવી છે.